IPL 2024માં પંજાબ કિંગ્સ સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ ધોનીનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે.

IPL 2024ની 53મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું.

ચેન્નાઈની આ 6ઠ્ઠી જીત છે, ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.

જાડેજાએ 26 બોલમાં 43 રન બનાવ્યા હતા, તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

બેટિંગ બાદ જાડેજાએ બોલિંગમાં પણ કમાલ બતાવી, તેણે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી.

બેટ અને બોલ દ્વારા શાનદાર પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

આ સાથે જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી બન્યો છે.

જાડેજાએ ચેન્નાઈ માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાના મામલે મહેન્દ્ર સિંહ ધોની (15) નો રેકોર્ડ તોડ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ ટીમ માટે 12 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા.

ચેન્નાઈના વર્તમાન કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટીમ માટે 11 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે.