WTCમાં આ કારનામું કરનાર પહેલો ખેલાડી બન્યો રવિન્દ્ર જાડેજા
સોર્સ : ESPNcricinfo
ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં 30 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી.
સોર્સ : ESPNcricinfo
જાડેજાએ બેટ અને બોલ બંનેથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું, પરંતુ અંતે ભારત હારી ગયું. જાડેજાએ બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરીને 4 વિકેટ લીધી હતી. તેણે બેટથી 27 અને 18 રનનું યોગદાન આપ્યું હતું.
સોર્સ : ESPNcricinfo
રવિન્દ્ર જાડેજાએ બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા અને 4 વિકેટ લીધી હતી. આ ચાર વિકેટ સાથે, તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં 150 વિકેટ પૂર્ણ કરી હતી.
સોર્સ : ESPNcricinfo
જાડેજા WTCના ઈતિહાસમાં 150 વિકેટ મેળવનાર ત્રીજો ભારતીય અને કુલ સાતમો બોલર બન્યો છે. જોકે, તેણે એક એવી સિદ્ધિ હાંસલ કરી જે હજુ સુધી કોઈ અન્ય ખેલાડીએ હાંસલ નથી કરી.
સોર્સ : ESPNcricinfo
જાડેજા WTCના ઈતિહાસમાં 2000થી વધુ રન બનાવનાર અને 150 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
સોર્સ : ESPNcricinfo
WTCના ઈતિહાસમાં, ચાર ખેલાડીઓ એવા છે જેમણે 1000થી વધુ રન બનાવ્યા છે અને 100 વિકેટ લીધી છે. જોકે, રવિન્દ્ર જાડેજા સિવાય કોઈ ખેલાડીએ WTCમાં 2000થી વધુ રન બનાવવા અને 150 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ નથી કરી.
સોર્સ : ESPNcricinfo
રવિન્દ્ર જાડેજાનો WTC રેકોર્ડ જોઈએ તો, તેણે અત્યાર સુધી 47 મેચોમાં 43.65ની એવરેજથી 2532 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં તેણે 26.77ની એવરેજથી 150 વિકેટ પણ લીધી છે.