એક્ટર રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કરવાના છે. આ દરમિયાન રણવીરે એક શોકિંગ કામ કર્યું છે.

રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી દીપિકા પાદુકોણ સાથે લગ્નની તમામ તસવીરો ડિલીટ કરી નાખી છે. તેને જોતા એક્ટરના ફેન્સ કન્ફ્યૂઝ થઈ ગયા છે.

ઈન્સ્ટાગ્રામ પર રણવીરની પ્રોફાઇલમાં માત્ર 133 પોસ્ટ જોવા મળી છે. તેણે જાન્યુઆરી 2023 પહેલાના તમામ ફોટોઝ અને વીડિયો ડિલીટ કરી નાખ્યા છે.

તેની પ્રોફાઇલ પર સ્ક્રોલ કરીએ તો છેલ્લી પોસ્ટ એક બ્રાન્ડની જાહેરાતની છે. આ પહેલાની તમામ પોસ્ટ એક્ટરે કેમ ડિલીટ કરી તે સમજવું મુશ્કેલ છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન ઈટલીના લેક કોમોમાં 14 નવેમ્બર 2018ના થયા હતા. આ લગ્નમાં બંનેના પરિવાર સામેલ થયા હતા.

સાઉથ ઈન્ડિયન અને સિંધી રીતિ-રિવાજોથી રણવીર-દીપિકાએ લગ્ન કર્યા હતા. મીડિયાની નજરોથી દૂર બંને પોતાના સ્પેશિયલ દિવસને એન્જોય કરતા જોવા મળ્યા હતા.

સપ્ટેમ્બર 2024માં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવાના છે. ઉલ્લેખનીય છે કે હાલ બંને બેબીમૂન પર છે.