રણવીરને દીપિકા તરફથી જન્મદિવસની મળી સૌથી મોંઘી ગિફ્ટ

રણવીર સિંહ આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, ચાહકોની સાથે સ્ટાર્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે.

હવે રણવીરને પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણ તરફથી જન્મદિવસની સૌથી મીઠી ભેટ મળી છે.

દીપિકાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી પોતાની સુંદર તસવીર શેર કરી, જે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહની હતી.

દીપિકા ફંક્શનમાં પર્પલ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી, તેના ચહેરા પર પ્રેગ્નન્સીની ચમક સ્પષ્ટ દેખાતી હતી.

કોમેન્ટ સેક્શનમાં રણવીરે તેની પત્નીના વખાણ કર્યા અને તેના લુકને તેની બર્થડે ગિફ્ટ ગણાવી.

રણવીરે લખ્યું- હાય, મારી બર્થડે ગિફ્ટ, હું તને પ્રેમ કરું છું