સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ આલિમ હાકિમ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી નવી તસવીરોમાં રણબીર કપૂર એક નવા હેરકટમાં જોવા મળી રહ્યો છે.

તેણે એક તસવીરોમાં ગર્વથી પોતાની દીકરીના નામનું ‘રાહા’ ટેટૂ પણ બતાવ્યું છે.

તે સ્ટાઇલિશ અંદાજમાં દીકરીના નામનું ટેટૂ ફ્લોન્ટ કરતો દેખાઈ રહ્યો છે.

આલિમ હકીમ જ એ વ્યક્તિ હતો, જેણે રણબીરની 2023ની બ્લોકબસ્ટર હિટ મૂવી ‘એનિમલ’ માટે તેની હેરસ્ટાઇલ બનાવી હતી.

તસવીરોમાં એક્ટર બ્લેક કલરના ગોગલ્સ અને બ્લેક કલરનું મેકિન્ટોશ કોટ પહેરેલો ખૂબ જ સેક્સી અંદાજમાં જોવા મળી રહ્યો છે.

રણબીર કપૂર પાસે ‘બ્રહ્માસ્ત્ર’ની સિક્વલ પણ છે. છેલ્લી વખત તે ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળ્યો હતો.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની હાલમાં જ એક ક્યુટ તસવીર સામે આવી હતી, જેમાં તેઓ રાહા સાથે જોવા મળી રહ્યા હતા.