ગોવિંદા, અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તી સાથે કામ કરીને રામ્યા કૃષ્ણનને જે સ્ટારડમ નથી મળ્યું, તે પ્રભાસ સાથે કામ કરીને મળ્યું.
રમ્યાની પર્સનલ લાઈફ ખૂબ ચર્ચામાં રહી. તેનું એક પરિણીત ડિરેક્ટર સાથે અફેર હતું. બાદમાં ડિરેક્ટર પાસે ગર્ભપાતના નામે લાખો રૂપિયાની માગણી કરવાનો આરોપ પણ લાગ્યો હતો.
રામ્યાએ બોલિવૂડ સિવાય તમિલ-તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું. આમાં ડિરેક્ટર કે. એસ. રવિકુમારનું નામ પણ સામેલ છે. બંને પ્રેમમાં પડ્યા અને પછી ખુલ્લી લડાઈ થઈ.
રામ્યાએ ડિરેક્ટર કે. એસ. રવિકુમારની 1999માં આવેલી ફિલ્મ 'પદયપ્પા' અને 'પત્ત્લી'માં સાથે કામ કર્યું છે. આ બંને ફિલ્મોમાં રામ્યાને ઘણી લોકપ્રિયતા મળી હતી.
રામ્યાએ રવિકુમારના નિર્દેશનમાં 2002માં રિલીઝ થયેલી 'પંચતંત્ર'માં પણ કામ કર્યું હતું. આ ત્રણ વર્ષમાં રામ્યા અને રવિકુમાર વચ્ચે નિકટતા વધી. રવિકુમાર પહેલેથી જ પરિણીત હતા. તેમ છતાં તેણે રામ્યા સાથે સંબંધ બાંધ્યો.
રમ્યા પણ તેને પ્રેમ કરવા લાગી. ત્યારબાદ એવા સમાચાર સામે આવ્યા કે, એક્ટ્રેસ ડાયરેક્ટર સાથે લગ્ન કર્યા વગર જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. જ્યારે રવિકુમારની પત્નીને આ વાતની જાણ થઈ તો તેણે રામ્યાને ધમકી આપી.
આ દરમિયાન રામ્યા અને રવિકુમારના સંબંધોની સાથે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના સમાચાર પણ આવવા લાગ્યા હતા. આની અસર ડિરેક્ટરના પરિવાર પર પડી.
રવિકુમારના તેની પત્ની સાથેના સંબંધો બગડ્યાના અહેવાલો હતા. આ બધાથી કંટાળીને ડિરેક્ટરે રામ્યા કૃષ્ણન સાથેના સંબંધોને ખતમ કરવાનો નિર્ણય કર્યો અને તેની સાથે વાત કરી.
રિપોર્ટ્સ અનુસાર રામ્યાએ ત્યારબાદ ગર્ભપાત માટે 75 લાખ રૂપિયા માગ્યા હતા. રામ્યા અને રવિકુમાર બંને બાલક માટે તૈયાર ન હતા. જોકે, બાદમાં બંનેએ રિલેશનશિપ, પ્રેગ્નન્સી અને એબોર્શનના સમાચારોને નકારી કાઢ્યા હતા.
બીજા વર્ષે એટલે કે 2003માં રામ્યાએ ફિલ્મમેકર કૃષ્ણા વંશી સાથે લગ્ન કર્યા. રામ્યાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ઋત્વિક કૃષ્ણ છે.