રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન અને ભારતમાં કોમ્પ્યુટર ક્રાંતિના જનક ગણાય છે. રાજીવ ગાંધી ભારતના 40ની ઉંમરમાં બનનારા સાતમા અને સૌથી યુવા વડાપ્રધાન હતા.

રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944માં મુંબઇમાં થયો હતો. નાના ભાઇ સંજય ગાંધીનું વિમાન દૂર્ઘટનામાં મોત થયા બાદ રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા હતા.

લંડનમાં હાયર એજ્યુકેશન માટે ગયેલા રાજીવ ગાંધીની મુલાકાત એડવિંગ એન્ટોનિયો માઇનો સાથે થઇ હતી. 1968માં દિલ્હીમાં બન્નેએ લગ્ન કર્યા હતા. તે બાદ માઇનોએ પોતાનું નામ બદલીને સોનિયા ગાંધી કરી નાખ્યુ હતું.

લંડનથી ભારત પરત ફર્યા બાદ રાજીવ ગાંધીએ દિલ્હી ફ્લાઇંગ ક્લબ પાસેથી કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ પણ લઇ લીધુ હતુ અને ઇન્ડિયન એરલાઇન્સમાં પાયલોટ બન્યા હતા.

ઇન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં કોંગ્રેસે રાજીવ ગાંધીના નેતૃત્ત્વમાં લોકસભા ચૂંટણી લડી હતી અને કોંગ્રેસને 533માંથી 404 બેઠક પર જીત મળી હતી.

રાજીવ ગાંધીની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં 21 મે, 1991માં તમિલનાડુના શ્રીપેરંબુદૂરમાં હત્યા કરવામાં આવી હતી.