રજત પાટીદાર IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમી રહ્યો છે. IPL 2023માં પાટીદાર ઈજાના કારણે બહાર હતો.
IPL 2024ની પ્રથમ કેટલીક મેચોમાં પાટીદારનું બેટ ન ચાલ્યું. પરંતુ ધીમે-ધીમે તે ફોર્મમાં આવ્યો અને અત્યાર સુધીમાં તેણે 3 અડધી સદી ફટકારી દીધી છે.
હૈદરાબાદ સામે રમાયેલી છેલ્લી મેચમાં પાટીદેર 19 બોલમાં તાબડતોડ ફિફ્ટી ફટકારી હતી.
આજે અમે તમને પાટીદારનો એક દિલચસ્પ કિસ્સો જણાવીશું કે કેવી રીતે IPLએ તેના લગ્ન અટકાવી દીધા હતા.
IPL 2022માં થયેલા મેગા ઓક્શન અનસોલ્ડ રહ્યા બાદ પાટીદારે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો.
રજતના પિતા મનોહર પાટીદારે મે 2022માં તેના લગ્ન નક્કી કરી દીધા હતા. 9 મેના રોજ રતલામની છોકરી સાથે તે લગ્નના બંધનમાં બંધાવાનો હતો.
લગ્ન માટે હોટલ પણ બુક થઈ ગઈ હતી. પરંતુ તે પહેલા IPLએ તેના લગ્ન રોકી દીધા હતા.
રજતના લગ્ન પહેલા 2022ની સિઝનમાં બેંગ્લોરનો ખેલાડી લવનીત સિસોઢિયા ઈજાગ્રસ્ત થયો અને તેના રિપ્લેસમેન્ટ પર પાટીદારને બોલાવવામાં આવ્યો.
RCBની ટીમમાં રમવાની તક મળતા પાટીદારે લગ્ન રોકી દીધા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર