રાજસ્થાન રોયલ્સ માટે રમનાર વેસ્ટઈન્ડીઝના કેપ્ટન અને આક્રામક બેટ્સમેન રોવમેન પૉવેલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

તેને બેટિંગની વધુ તક મળી નથી, પરંતુ જ્યારે પણ તેની બેટિંગ આવી છે તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાની છાપ છોડી છે.

પૉવેલને આજે ફ્રેન્ચાઈઝી ક્રિકેટથી કરોડો રૂપિયા મળી રહ્યા છે, પરંતુ તેનું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું છે.

જમૈકામાં જન્મેલો આ સ્ટાર બેટ્સમેન આજે ભલે લેવિસ લાઈફ જીવતો હોય પરંતુ તેનું બાળપણ સંઘર્ષોથી ભરેલું રહ્યું છે.

કેપ્ટનની માતાએ ખુલાસો કર્યો હતો કે, તેના પિતા તેને ગર્ભમાં જ મારી નાખવા ઈચ્છતા હતા પરંતુ તેણે આવું થવા દીધું નહીં અને પૉવેલને જન્મ આપવાનો નિર્ણય કર્યો.

પૉવેલ ખૂબ જ ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે પરિવારની પાસે એક સમયના ભોજનના પણ રૂપિયા નહોતા.

પૉવેલને ક્યારેય તેના પિતાનો પ્રેમ મળ્યો નહીં. તે આજે પણ પોતાના પિતા અને તેના નજીકના સગા-વ્હાલા સાથે અંતર રાખે છે.

એક વખત પૉવેલને તેના પિતા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે ક્યારેય તેમને મળ્યો નથી પરંતુ હું તેમનો આભારી છું કે તેમણે મને દુનિયામાં આવવા દીધો.

'મારું બાળપણ તકલીફમાં પસાર થયું છે પરંતુ હું હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખું છું. જે બાળકોના પિતા તેમની સાથે નથી એમને હું કહેવા ઈચ્છું છું કે કોઈ વાંધો નહીં તમારી પાસે ભગવાન છે.'

જ્યારે તે માધ્યમિક સ્કૂલમાં હતો ત્યારે તેણે પોતાની માતાને વચન આપ્યું હતું કે, તે ગરીબીમાંથી બહાર નીકળશે. તે સપનાને સાકાર કરવા જીવી રહ્યો છે.