વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હીના જીટીબીનગર પહોંચી રેંકડી-લારી પર છૂટક મજૂરી કરનારા શ્રમિકોની મુલાકાત લીધી હતી.
કોંગ્રેસે રાહુલ ગાંધીની તસવીરો શેર કરીને લખ્યું કે, ‘વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે જીટીબીનગરમાં શ્રમિકો સાથે મુલાકાત કરી.
રાહુલ શ્રમિકો સાથે પાવડાથી સિમેન્ટ મિલાવતા અને દીવાલ બનાવવામાં મદદ કરતા જોવા મળી રહ્યા છે.
આ દરમિયાન રાહુલે શ્રમિકોની સમસ્યાઓ સાંભળવાની સાથે તેમની સાથે કામ પણ કર્યું હતું.
લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત રાયબરેલીથી પણ ચૂંટણી જીત્યા હતા. જોકે, બાદમાં વાયનાડ છોડી દીધી હતી. પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી પેટા ચૂંટણી લડશે.