હાલ રાહુલ ગાંધી જર્મનીના પ્રવાસે છે એવામાં તેઓ ત્યાં BMWની સાઈટ્સની મુલાકાત લીધી. જાણો તેમણે શું કહ્યું.
સોર્સ : Google
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે જર્મનીમાં એક BMW ફેક્ટરીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ભારતના ઉત્પાદન ક્ષેત્રની ચર્ચા કરી હતી.
સોર્સ : Google
રાહુલ ગાંધીએ આ ટિપ્પણી ત્યારે કરી છે જ્યારે યુરોપિયન રાષ્ટ્રની તેમની 5 દિવસની મુલાકાત ચાલી રહી છે. જ્યાં તેઓ બર્લિનમાં ઈન્ડિયન ઓવરીઝ કોંગ્રેસના પ્રતિનિધિઓ અને ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે.
સોર્સ : Google
BMW ફેક્ટરીના પ્રવાસ પછી બોલતા, ગાંધીએ કહ્યું, "અમે BMW ફેક્ટરીમાં ગયા - એક શાનદાર અનુભવ થયો."
સોર્સ : Google
સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે, "મને ખાસ કરીને એ જોઈને આનંદ થયો કે તેમની પાસે 450 CC બાઇક, TVS છે, અને મને લાગે છે કે તે સારું પ્રદર્શન કરશે. અહીં ભારતીય ધ્વજ લહેરાતો જોઈને આનંદ થયો."
સોર્સ : Gstv
ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જર્મનીમાં BMWની સાઈટની મુલાકાત લાતી વખતે ભારતની આર્થિક સફળતા માટે ઉત્પાદનના મહત્વ પર ભાર મૂક્યો. રાહુલે કહ્યું કે, "ભારતે ઉત્પાદન શરૂ કરવાની જરૂર છે. ઉત્પાદન એ કોઈપણ દેશની સફળતાની ચાવી છે. આપણું ઉત્પાદન ઘટી રહ્યું છે, તે ખરેખર વધતું હોવું જોઈએ".
સોર્સ : Google
X પર કોંગ્રેસ પાર્ટી દ્વારા BMW વર્લ્ડની તેમની મુલાકાતનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. ક્લિપમાં, તેઓ શોરૂમમાં ફરતા, બાઇક અને કાર તપાસતા અને લોકો સાથે વાતચીત કરતા જોઈ શકાય છે
સોર્સ : Google
કોંગ્રેસે વીડિયો સાથે ટ્વિટમાં લખ્યું કે, "ઉત્પાદન એ મજબૂત અર્થતંત્રની કરોડરજ્જુ છે. દુઃખની વાત છે કે ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. વિકાસને વેગ આપવા માટે, આપણે વધુ ઉત્પાદન કરવાની જરૂર છે."