મોદી સ્ટેડિયમમાં બુધવારે રાજસ્થાન સામે હારતા આરસીનું ફરી એકવાર ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે. 17 વર્ષમાં 5 દિગ્ગજ ખેલાડીએ આરસીબી ની કમાન સંભાળી પરંતુ તે ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યા.

આ પછી ડેનિયલ વેટોરીએ IPL 2011 અને 2012માં કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. પરંતુ ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નહોતો.

IPLની પ્રથમ સિઝનમાં રાહુલ દ્રવિડ RCB ટીમનો કેપ્ટન હતો. જોકે, રાહલે એક સિઝનમાં જ ટીમની કમાન સંભાળી હતી.

વેટોરી બાદ વિરાટ લાંબા સમય સુધી RCBનો કેપ્ટન રહ્યો. પરંતુ તે પણ ટીમને ટાઈટલ જીતાડવામાં સફળ રહ્યો નહોતો. કોહલીએ IPL 2021 સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની કેપ્ટનશીપ કરી હતી.

IPL 2009માં અનિલ કુંબલેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 2010 સુધી ટીમની કેપ્ટનશિપ કરી હતી.

IPL 2022માં RCBએ ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવ્યો. અત્યાર સુધી ડુ પ્લેસિસે 3 સીઝન માટે આરસીબીનું નેતૃત્વ કર્યું, પરંતુ તે સફળ થયો નથી.