મુકેશ અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ તેના લગ્નના રિસેપ્શનમાં ગોલ્ડન ગર્લ લુકમાં જોવા મળી હતી. રાધિકા ગોલ્ડન કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
રાધિકા મર્ચન્ટે તેના વેડિંગ રિસેપ્શન માટે ડિઝાઇનર અનામિકા ખન્નાના આઉટફિટની પસંદગી કરી છે. તેણે ગોલ્ડન રંગના સિલ્ક સ્કર્ટ સાથે હેવી સ્લીવલેસ ટોપ પેર કર્યું હતું.
પોતાના કોસ્ચ્યુમને અનંત અંબાણીની દુલ્હનિયાએ મેચિંગ ટ્રેલ અને હેવી દુપટ્ટા સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.
ગોલ્ડન ગર્લ બનેલી રાધિકા મર્ચન્ટે આ ડ્રેસ સાથે હેવી ડાયમંડ નેકલેસ અને ઈયરિંગ્સ પહેર્યા હતા.
આ દરમિયાન રાધિકાએ મિનિમલ મેકઅપ કર્યો અને તેના વાળ સીધા ખુલ્લા રાખ્યા. આ લુક તેને ખૂબ જ સૂટ કરે છે.
રાધિકાએ આ લુકમાં જોરદાર પોઝ આપ્યો છે. પ્રોડ્યૂસર અને સ્ટાઇલિશ રિયા કપૂરે તેની આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
રિયાએ લખ્યું છે- 'dolcegabana Alta Moda Sardegna 2024 અને કસ્ટમ અનામિકા ખન્નાના કોચરમાં પોતાના રિસેપ્શન માટે રાધિકા અંબાણી.'
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાધિકાએ તેના શુભ લગ્ન અને શુભ આશીર્વાદ સમારોહમાં ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા લહેંગા પહેર્યો હતો.
તેણે વિદાય માટે મનીષ મલ્હોત્રાનો લાલ લહેંગા પસંદ કર્યો હતો.