અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ પહેલા તેમની ગરબા નાઈટ 4 જુલાઈના રોજ યોજાઈ હતી.
રાધિકાથી લઈને શ્લોકા અંબાણી સુધી ગરબા નાઈટમાં બધાનો લુક જોરદાર હતો. પરંતુ નીતા અંબાણીના લુકની સામે બધા ફેલ હતા.
4 જુલાઈના રોજ, અનંતની દાદી કોકિલાબેન અંબાણીએ મુંબઈમાં તેમના પૌત્ર માટે એક ભવ્ય ગરબા નાઈટનું આયોજન કર્યું હતું.
માનુષી છિલ્લર, મીઝાન જાફરી, શિખર અને વીર પહરિયા સહિત ઘણા સેલેબ્સ આ ગરબા નાઇટમાં સામેલ થયા હતા.
નીતા અંબાણીએ દીકરાના ગરબા નાઇટ માટે મનીષ મલ્હોત્રાના ક્લાસિક આઇવરી લહેંગા વિન્ટેજ મલ્ટીકલર્ડ જરદોઝી એમ્બ્રોઇડરી પહેર્યાં હતાં.
મનીષ મલ્હોત્રાના આ લહેંગામાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં.
તેમણે લહેંગાને મીનાકારી કુંદન જ્વેલરીથી પ્રેરિત બ્લાઉઝ અને ટાઇમલેસ જટિલ ઝરી બોર્ડર સાથે વણેલા બનારસી ટિશ્યુ દુપટ્ટા સાથે પેર કર્યો હતો.
તેઓ આ લહેંગા સાથે તેમના લુકને ગ્રીન ટચ આપતા જોવા મળ્યાં હતાં. તેમણે ગ્રીન એમરાલ્ડ સ્ટ્સ અને મલ્ટી-લેયર નેકલેસ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો.
આ દરમિયાન નીતા અંબાણી હાથમાં મેચિંગ બ્રેસલેટ, કપાળ પર ગ્રીન બિંદી અને હેર બન જોવા મળ્યું હતું. તેમનો આ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર