ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે (9 જૂન) T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.

આ મેચ પર તમામ ક્રિકેટ ફેન્સની નજર રહેશે, કારણ કે મેદાન પર બંને દેશો વચ્ચેની રાઈવલરી વિશે બધા જાણે છે.

આ મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને બાબર આઝમ વચ્ચે અનોખી રેસ જોવા મળશે.

આ ત્રણેય ક્રિકેટરો T20 ફોર્મેટમાં રન બનાવવાના મામલે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં આ ત્રણેય પાસે ન્યૂયોર્કમાં યોજાનારી મેચમાં એકબીજાને પાછળ છોડવાની તક હશે.

બાબર આઝમે અત્યાર સુધી 120 T20I મેચોમાં 4067 રન બનાવ્યા છે.

આ પછી વિરાટ કોહલી છે, કિંગ કોહલીએ 118 T20I મેચમાં 4038 રન બનાવ્યા છે.

T20 ફોર્મેટમાં રનના મામલે રોહિત શર્મા ત્રીજા સ્થાને છે, રોહિતે 152 T20 મેચમાં કુલ 4026 રન બનાવ્યા છે.