અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-ધ રૂલ'ની રિલીઝ ડેટ કન્ફોર્મ થઇ ગઇ છે. મેકર્સે નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ કરી છે. 'પુષ્પા-ધ રૂલ' 100 દિવસ પછી થિયેટરમાં રિલીઝ થશે.
પુષ્પા-2ના નવા પોસ્ટર સાથે ટેગલાઇનમાં લખવામાં આવ્યુ છે, '100 દિવસમાં રૂલ જુવો'. આ ફિલ્મ 100 દિવસ પછી થિયેટરમાં ધમાલ મચાવવા તૈયાર છે.
નવું પોસ્ટર પુષ્પા અને ભંવર સિંહ વચ્ચે એક્શન પેક્ડ રાઇવલરીના પરિણામ તરફ ઇશારો કરી રહ્યું છે.
પોસ્ટરના કેપ્શનમાં લખવામાં આવ્યું છે '100 ડેજ ટૂ ગો #Pushpa2TheRule માટે'. આઇકોનિક બોક્સ ઓફિસ અનુભવ માટે તૈયાર થઇ જાઓ.
પુષ્પા-2 થિયેટરમાં 6 ડિસેમ્બર 2024માં રિલીઝ થશે.
અલ્લુ અર્જૂન સિવાય તમને આ ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ જેવા કલાકાર જોવા મળશે.