ગ્રાહકોના તળિયા ઝાટક ખાતાથી બેન્કોને બલ્લે બલ્લે, પાંચ વર્ષમાં કરી કરોડોની કમાણી
બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ બેન્ક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. મિનિમમ બેલેન્સનો આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ બેન્ક ઓફ બરોડાએ પાંચ વર્ષમાં લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીમાંથી 1250 કરોડ એકત્ર કર્યા હતા.
વિપક્ષે લોકસભામાં પૂછેલા લેખિત પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બૅન્કોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી માત્ર 8500 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
જ્યારે સૌથી ઓછા એસબીઆઈ બેન્કે 2019-2020માં 640 કરોડની કમાણી કરી હતી.
છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોની લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં 38 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020થી SBIએ લઘુત્તમ બેલેન્સ પેનલ્ટી વસૂલવાનું બંધ કરી દીધું છે
પંજાબ નેશનલ બેન્કે પાંચ વર્ષમાં લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીમાંથી સૌથી વધુ 1538 કરોડ એકત્ર કર્યા.