વૅલેન્ટાઈન વીકના પાંચમા દિવસે આજે 'પ્રોમિસ ડે' ઉજવવામાં આવી રહ્યો છે. પ્રેમના એકરાર પછી તેને નિભાવવા માટે હિંમત અને સમર્પણ જોઈએ.

સોર્સ : Google

પ્રોમિસ ડેની ઉજવણી માત્ર વ્યક્તિગત મુલાકાતો પૂરતી મર્યાદિત નથી રહી. સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો કાર્ડ્સ, ડિજિટલ મેસેજીસ અને સર્જનાત્મક વીડિયો દ્વારા પોતાના વચનો વ્યક્ત કરે છે.

સોર્સ : Google

આજના દિવસે લોકો પોતાના પ્રિયપાત્રને ક્યારેય સાથ ન છોડવાનું અને દરેક પરિસ્થિતિમાં પડખે રહેવાનું વચન આપે છે.

સોર્સ : Google

સાચું વચન એ છે જે કપરા સમયમાં પણ ડગમગે નહીં. જીવનમાં જ્યારે પડકારો આવે, ત્યારે એ જૂના વચનો જ સંબંધોને ટકાવી રાખવાનું બળ પૂરું પાડે છે.

સોર્સ : Google

પ્રોમિસ ડે પર લેવાતા વચનોમાં માત્ર "હું તને ક્યારેય નહીં છોડું" એવું જ હોવું જરૂરી નથી. સાચું વચન તો એ છે જેમાં તમે એકબીજાની ભૂલોને માફ કરવાનું, વચન આપો છો.

સોર્સ : Google

પ્રોમિસ ડે પર, અન્યોને વચન આપવાની સાથે એક વચન પોતાની જાતને પણ આપવું જોઈએ અને હંમેશા સકારાત્મક રહેવાનું.

સોર્સ : Google

સંબંધોના નિષ્ણાતોના મતે, આ દિવસે લેવાયેલા નાના-નાના સંકલ્પો પણ ભવિષ્યમાં મોટા અને સુદ્રઢ સંબંધોનું નિર્માણ કરે છે.

સોર્સ : Google

અને છેલ્લે "હાથ પકડવો એ તો માત્ર શરૂઆત છે, પણ આજીવન એ સાથ નિભાવવાનું વચન પાળવું એ જ સાચો પ્રેમ છે."

સોર્સ : Google

"સાથે ચાલવું સહેલું છે, પણ દરેક પરિસ્થિતિમાં સાથે ઊભા રહેવાનું વચન નિભાવવું એ જ સાચી વફાદારી છે."

સોર્સ : Google