એક ઈનફ્લુઆન્સર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. આ સોશિયલ મીડિયા ઈનફ્લુઆન્સરનું નામ છે પ્રિયંકા કંડવાલ. જેનો ચહેરો પીઢ અભિનેત્રી મધુબાલાને મળતો આવે છે.

પ્રિયંકા મધુબાલાના ગીતો પર તેની સ્ટાઈલ દર્શાવતા વીડિયો પણ શેર કરે છે. અભિનેત્રી મધુબાલાની સ્ટાઈલમાં પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો શેર કરી છે.

માત્ર તેનો ચહેરો જ નહીં પરંતુ તેની સ્માઇલ, આંખો અને હાવભાવ પણ ફેન્સને મધુબાલાની યાદ અપાવે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને મધુબાલાની કાર્બન કોપી પણ કહે છે.

પ્રિયંકા કંડવાલ અવાર-નવાર મધુબાલાના ગીતો પર તેની સ્ટાઈલ દર્શાવતા તેના વીડિયો શેર કરે છે. પ્રિયંકાના વીડિયો જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

ફેન્સ ઘણીવાર પ્રિયંકાના વીડિયોમાં કરણ જોહર જેવા અનેક મોટા દિગ્દર્શકોને ટેગ કરે છે અને તેને ફિલ્મોમાં એક્ટ્રેસ બનાવવાની માગ કરે છે.

દેહરાદૂનની પ્રિયંકા પણ એક અભિનેત્રી છે, જે ઘણી ફેમસ ટીવી સિરિયલોનો ભાગ રહી ચુકી છે. પ્રિયંકાએ 2013માં આવેલી પવિત્ર રિશ્તામાં ડૉ. ગૌરી શહાણેની ભૂમિકા ભજવી હતી.

આ પછી પ્રિયંકા ‘જાના ના દિલ સે દૂર’માં શ્વેતા કશ્યપના રોલમાં જોવા મળી હતી. મરિયમ ખાન- રિપોર્ટિંગ લાઈવમાં પ્રિયંકાએ ‘માહિરા ખાન’ની ભૂમિકા ભજવી હતી.

પ્રિયંકા ટેલિવિઝન સિવાય ફિલ્મોમાં પણ જોવા મળી છે. પ્રિયંકાએ 2014માં કન્નડ ફિલ્મ 'નીનાદે ના'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી તેણે 2016માં 'સ્ટાઈલ' નામની મલયાલમ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. પ્રિયંકા 2018થી શોબિઝની દુનિયાથી દૂર છે. પરંતુ તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે.

પ્રિયંકા 2018-19 દરમિયાન TikTok વીડિયો માટે ખૂબ જ લોકપ્રિય બની હતી. ફેન્સ તેની અંદર મધુબાલાને શોધવા લાગ્યા હતા.

પ્રિયંકાએ પોતાનો અભ્યાસ દેહરાદૂનથી જ કર્યો છે. ગ્રેજ્યુએશન પછી પ્રિયંકાએ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને કેટલીક જાહેરાતો પણ કરી.