પ્રિયંકા ચોપરા સાથે પતિ નિક થયો રોમેન્ટિક, કપલે દરિયા કિનારે કર્યું લિપલોક

દેશી ગર્લમાંથી ગ્લોબલ સ્ટાર બનેલી પ્રિયંકા ચોપરા 42 વર્ષની થઈ ગઈ છે. તે 18મી જુલાઈના રોજ તેનો જન્મદિવસ ઉજવી રહી છે.

નિકે તેની ખાસ પોસ્ટ દ્વારા તેની સુંદર પત્નીના ખાસ દિવસને અદ્ભુત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

તેણે ઈન્સ્ટા પર પ્રિયંકા સાથેના રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. એક સુંદર નોંધ પણ લખવામાં આવી છે.

કેપ્શનમાં લખ્યું છે – હું કેટલો નસીબદાર છું. હેપ્પી બર્થડે માય લવ. અભિનેત્રીને તેના જન્મદિવસ પર ચાહકો પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ફોટામાં નિક અને પ્રિયંકા એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. તે પૂલ અને દરિયા કિનારે ચીલ કરતી જોવા મળી હતી.

આ કપલ એક ફોટોમાં રોમેન્ટિક દેખાતું હતું. નિક-પ્રિયંકા બીચ પર લિપ-લૉક કરતા જોવા મળ્યા હતા.

તાજેતરમાં, નિક અને પ્રિયંકા ભારતમાં અનંત અંબાણીના લગ્નમાં જોવા મળ્યા હતા. અહીં બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

Nick એ અંબાણીના સેલિબ્રેશનની ખૂબ મજા માણી. પ્રિયંકાએ અનંતના વરઘોડામાં ડાન્સ કર્યો હતો. તેના વીડિયો વાયરલ થયા છે.