કોલમ્બિયન પોપ સિંગર શકીરા તેના 'વાકા વાકા' અને 'હિપ્સ ડોન્ટ લાય' જેવા ગીતોથી દુનિયાભરમાં પ્રખ્યાત બની. શકીરા પ્રોપર્ટીની બાબતમાં પણ ખૂબ જ અમીર છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, શકીરાની નેટવર્થ 2,037 કરોડ રૂપિયા કરતા વધુ છે. તેની પાસે સમગ્ર વિશ્વમાં ઘણી મિલકતો, ટાપુઓ અને કિંમતી વસ્તુઓ છે.

શકીરા તેના ગીતો, કાર્યક્રમો, આલ્બમ્સ અને અન્ય ઘણા વ્યવસાયો થકી કરોડો રૂપિયા કમાય છે. તે મોંઘી કાર, બંગલા અને અનોખી વસ્તુઓની શોખીન છે.

શકીરાએ સ્પેનમાં લગભગ 46 કરોડ રૂપિયામાં એક આલીશાન બંગલો ખરીદ્યો હતો. તેમાં સ્વિમિંગ પુલ, ઝરણું, પ્રાઇવેટ થિયેટર, ભવ્ય રૂમ અને બે કિચન છે.

શકીરાનું ઉરુગ્વેમાં પર્સનલ ફાર્મ અને બહામાસમાં એક પ્રાઇવેટ આઇલેન્ડ છે. તેણે 2011માં 118 કરોડ રૂપિયામાં એક પ્રાઇવેટ આઇલેન્ડ ખરીદ્યો હતો.

આ સિવાય શકીરાએ ફારો જોસ ઇગ્નાસિયોના એક ગામમાં 12 એકરમાં ફેલાયેલું ફાર્મ પણ ખરીદ્યું હતું.

શકીરાને કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે 1.5 કરોડ રૂપિયાની ટેસ્લા કાર છે અને 91.56 લાખની મર્સિડીઝ બેન્ઝ SL 550 લક્ઝરી કાર પણ છે.

આ સિવાય તેની પાસે પોતાના ત્રણ-ચાર વાહનો છે. ખાસ વાત એ છે કે, તેની પાસે પ્રાઈવેટ પ્લેન પણ છે.

2010માં ફિફા વર્લ્ડ કપ પછી, તે ગેરાર્ડ પિક સાથે રિલેશનમાં આવી. બંનેએ લગ્ન નથી કર્યા પણ બંનેના બે બાળકો છે. હવે બંને અલગ થઈ ગયા છે.

તે દુનિયાના ટોપ પર્સનલ હેરડ્રેસર, સ્ટાઈલિશ અને પર્સનલ શેફને પણ હાયર કરે છે.