ભાજપના નેતા સુશીલ કુમાર મોદીનું 72 વર્ષની વયે નિધન થયું છે. તે કેન્સરથી પીડિત હતા.

સુશીલ મોદીની રાજકીય કરિયર ત્રણ દાયકા લાંબી રહી હતી. બે વખત બિહારના નાયબ મુખ્યમંત્રી રહ્યા. બિહાર સરકારમાં નાણા મંત્રીનું પદ પણ સંભાળ્યું.

સુશીલ મોદી 1973માં વિદ્યાર્થી સંઘના મહાસચિવ ચૂંટાયા હતા. 1990માં પ્રથમ વખત પટણા સેન્ટ્રલ વિધાનસભામાંથી ધારાસભ્ય બન્યા હતા.

સુશીલ કુમાર મોદી 1996થી 2004 સુધી બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહ્યાં.

સુશીલ મોદી 2004માં ભાગલપુર લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા હતા. 2005માં તેમને લોકસભાનું સભ્ય પદ છોડી દીધુ અને MLC બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમને પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

ડિસેમ્બર 2020માં સુશીલ મોદી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. આ દરમિયાન GST કાઉન્સિલમાં અલગ અલગ પદો પર કામ કર્યું હતું.