દેશ આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત 12મી વખત ત્રિરંગો લહેરાવી રહ્યા છે.
સોર્સ : google
79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે, પીએમ મોદીએ કેસરી રંગની પાઘડી અને જેકેટ પહેર્યું હતું. આ પહેલી વાર છે જ્યારે પીએમનું જેકેટ અને પાઘડી બંને કેસરી રંગના છે.
સોર્સ : google
વર્ષ 2024માં, PM મોદીએ સફેદ કુર્તા અને મેચિંગ પાયજામા સાથે વાદળી જેકેટ પહેર્યું હતું અને નારંગી અને લીલા રંગની પાઘડી પહેરી હતી.
સોર્સ : google
2023 માં, પીએમ મોદીએ રાજસ્થાનની ખાસ બંધિની ડિઝાઇનની પાઘડી પહેરી હતી. જે લાલ, પીળો, લીલો સહિત અનેક રંગોની હતી. પીએમ મોદીએ શર્ટ કોલર અને કફ સાથે સફેદ કુર્તો, ચૂડીદાર પાયજામા અને કાળા વી-નેક જેકેટ પહેર્યું હતું.
સોર્સ : google
2022માં, પીએમ મોદીએ ત્રિરંગી પાઘડી પહેરી હતી. તેમાં રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગો જોવા મળ્યા હતા. તેમણે સફેદ કુર્તો, ચૂડીદાર પાયજામા અને વાદળી જેકેટ પહેર્યું હતું.
સોર્સ : google
વર્ષ 2021માં, પીએમ મોદીએ સફેદ કુર્તો સાથે ભગવા રંગની પાઘડી, આકાશી વાદળી જેકેટ, ગળામાં લાલ ભરતકામવાળી સ્ટોલ પહેરી હતી,
સોર્સ : google
વર્ષ 2020માં, પીએમ મોદીએ કેસરી અને ક્રીમ રંગની પાઘડી પહેરી હતી. 'સાફા' ને અડધી બાંયના કુર્તા સાથે ખૂબ જ સુંદર રીતે કેરી કર્યું હતું. તેમણે કેસરી બોર્ડર સાથે સફેદ સ્કાર્ફ પણ પહેર્યો હતો.
સોર્સ : google
2019 ની વાત કરીએ તો, સ્વતંત્રતા દિવસ નિમિત્તે, પીએમ મોદીએ સફેદ કુર્તો, ગળામાં સ્ટોલ અને પીળા બેઝ પર લીલા-લાલ પટ્ટાઓવાળી રાજસ્થાની શૈલીની પાઘડી પહેરી હતી.
સોર્સ : google
વર્ષ 2018 માં, વડા પ્રધાને પોતાના માટે લાલ બંધેજ બોર્ડર સાથે કેસરી અને લાલ રંગની પાઘડી પસંદ કરી હતી. કુર્તા-પાયજામા સાથે તેમનો દેખાવ પરફેક્ટ લાગતો હતો.
સોર્સ : google
2017 માં,PM મોદીએ આછા ભૂરા રંગના કુર્તા ઉપર લાલ અને પીળા રંગની ચેકર્ડ પાઘડી પહેરી હતી. તે સમયે તેમના દેખાવની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
સોર્સ : google
2016 માં, PM સાદા કુર્તા અને ચૂડીદાર પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા, સાથે લાલ અને ગુલાબી અને પીળો રાજસ્થાની સાફો પણ પહેરેલો હતો, જે ખૂબ જ આકર્ષક દેખાતો હતો.
સોર્સ : google
2015 માં, મોદી લાલ, પીળા અને લીલા રંગની ચેકર્ડ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. તેમણે આ પાઘડીને ભૂરા રંગના જેકેટ અને કુર્તા સાથે કેરી કર્યું હતું.
સોર્સ : google
2014 માં, સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન તરીકે પહેલીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે તેમણે લાલ અને પીળી પાઘડી અને હાફ સ્લીવ શર્ટ પહેર્યો હતો.