વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું.
ભાજપ ગુજરાત પ્રમુખ અને નવસારી ઉમેદવાર સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજમાં દીકરા અનુજ પટેલ સાથે મતદાન કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સહ પરિવાર મતદાન કર્યું હતું.
રાજકોટ બેઠકનાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું. રૂપાલાએ પરિવાર સાથે અમરેલીનાં ઈશ્વરીયા ગામે મતદાન કર્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મતદાન કર્યું હતું.
બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આશીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા.
આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ મતદાન કર્યું હતું.
પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું હતું. તેઓ ધોરાજીની આદર્શ સ્કૂલ મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા.
રાજકોટથી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. અમરેલીનાં બહારપરાની શાળામાં પરિવાર સાથે મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાતાઓ સાથે લાઈનમાં ઉભા રહી પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું.
આજરોજ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદના શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.