PM મોદીએ શ્રીનગરમાં કર્યો યોગાભ્યાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોગ દિવસની ઉજવણી કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.

ચાર્લોટ ચોપિન, ક્યારેય ભારત આવી નથી, પરંતુ તેણે પોતાનું આખું જીવન યોગના પ્રચાર માટે સમર્પિત કર્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, યોગ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.

PM મોદીએ કાશ્મીરની ધરતી પરથી વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

તેમણે કહ્યું કે દસ વર્ષ પહેલા મેં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના પ્રસ્તાવને 177 દેશોએ સમર્થન આપ્યું હતું, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. વિશ્વના નેતાઓ હવે યોગ વિશે વાત કરી રહ્યા છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે.