IPLમાં એક જ ટીમ માટે રમનારા ખેલાડીઓ, વિરાટ સિવાય આ દિગ્ગજોના નામ સામેલ
મિશેલ મેકક્લેનાઘન 2015થી 2019 સુધી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો હતો.
શોન માર્શે 2008થી 2017 દરમિયાન IPLની 9 સિઝન ફક્ત પંજાબ કિંગ્સ માટે રમી હતી.
સુબ્રમણ્યમ બદ્રીનાથે IPLની 6 સિઝનમાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન, તે ફક્ત CSK જર્સીમાં રમ્યો હતો.
પૃથ્વી શોએ 2018માં દિલ્હી કેપિટલ્સ માટે IPL ડેબ્યુ કર્યું હતું. તે સતત 7 સિઝન સુધી દિલ્હી માટે રમ્યો હતો. જોકે, તે IPL 2025માં કોઈપણ ટીમનો ભાગ નથી.
સુનીલ નારાયણ IPL 2012થી અત્યાર સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ છે.
કિરોન પોલાર્ડ પહેલી વાર 2010માં મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL રમ્યો હતો અને 2022 સુધી તે જ ટીમ સાથે રહ્યો હતો.
જસપ્રીત બુમરાહે 2013માં મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે.
લસિથ મલિંગા 2009થી 2019 સુધી IPLમાં ફક્ત મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો.
સચિન તેંડુલકર IPLમાં ફક્ત મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. સચિન 2008થી 2013 સુધી મુંબઈ માટે રમ્યો હતો.
સ્વર્ગસ્થ ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોર્ન પણ IPLમાં એક જ ટીમના ભાગ રહ્યા છે. તેઓ 2008-2012 સુધી રાજસ્થાન રોયલ માટે રમ્યા હતા.
વિરાટ કોહલી IPLની પહેલી સિઝન એટલે કે 2008થી RCB ટીમનો ભાગ છે. વિરાટ એકમાત્ર એવો ખેલાડી છે જે સતત 18 સિઝન એક જ ટીમ માટે રમ્યો હોય.
અર્શદીપ સિંહે 2019માં IPL ડેબ્યુ કર્યું હતું. તે ત્યારથી જ પંજાબ કિંગ્સ માટે રમી રહ્યો છે.
રિયાન પરાગને 2019માં રાજસ્થાન રોયલ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે આ ટીમ સાથે જોડાયેલો છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર