હાલમાં WPLની ચોથી સિઝન ચાલી રહી છે. જેમાં દરેક ટીમની ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આજે અમે તમને WPLના ઈતિહાસમાં 1000 કે તેથી વધુ રન બનાવનાર ખેલાડીઓ વિશે જણાવીશું.
સોર્સ : Google
નેટ સાઈવર-બ્રન્ટ WPL ઇતિહાસમાં સૌથી સફળ બેટ્સમેન છે. તેણે 34 મેચમાં 1246 બનાવ્યા છે. આ સ્ટાર ઓલરાઉન્ડરે દરેક સિઝન દરમિયાન સતત સારું પ્રદર્શન કરીને પોતાને ટુર્નામેન્ટની સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંથી એક સાબિત કરી છે.
સોર્સ : Google
ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ કેપ્ટન મેગ લેનિંગે અત્યાર સુધી WPLમાં 32 મેચમાં 1145 રન બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સને અનેક વખત સારી શરૂઆત અપાવનાર લેનિંગ હવે યુપી વોરિયર્સમાં ધૂમ મચાવી રહી છે.
સોર્સ : Google
મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે તાજેતરમાં WPLના 1,000 રનના ક્લબમાં પ્રવેશ કર્યો છે. તેણે અત્યાર સુધીમાં 33 મેચમાં 1091 રન બનાવ્યા છે. તે WPL ઇતિહાસમાં 1000 રન બનાવનારી પ્રથમ ભારતીય ખેલાડી છે.
સોર્સ : Google
દિલ્હી કેપિટલ્સની ઓપનર શેફાલી વર્મા WPLમાં 1000 રન બનાવનારી બીજી ભારતીય ખેલાડી બની છે. તેણે WPL 2026ની 13મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે આ સિદ્ધિ મેળવી હતી.