આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ હવે T20I ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. 2009માં ડેબ્યુ કર્યા પછી તેણે અત્યાર સુધી 161 T20I મેચ રમી છે.
સોર્સ : Google
આ સમયગાળા દરમિયાન તેણે 3888 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 24 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે પોતાની ટીમ માટે 20 વિકેટ પણ લીધી છે.
સોર્સ : Google
રોહિત શર્મા હવે આ યાદીમાં બીજા સ્થાને છે. રોહિત શર્માએ 159 T20I મેચ રમી છે. તેણે આ ફોર્મેટમાં 5 સદી ફટકારી છે અને એક વિકેટ લીધી છે. રોહિતે T20Iમાં 4,231 રન બનાવ્યા છે, તે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં બીજા ક્રમે છે.
સોર્સ : Google
આયર્લેન્ડનો જ્યોર્જ ડોકરેલ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે 154 T20I મેચ રમી છે. જ્યોર્જ ડોકરેલલે 2010માં T20I ડેબ્યુ કર્યું હતું. જ્યોર્જ ડોકરેલે પોતાની ટીમ માટે 87 વિકેટ લીધી છે અને 1303 રન પણ બનાવ્યા છે.
સોર્સ : Google
અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી મોહમ્મદ નબીએ અત્યાર સુધીમાં 148 T20I મેચ રમી છે. તેણે 2010માં ડેબ્યુ કર્યું હતું. નબીએ અત્યાર સુધીમાં 2430 રન બનાવ્યા છે અને 104 વિકેટ લીધી છે. તે ટૂંક સમયમાં 150 T20I મેચ પૂર્ણ કરશે.
સોર્સ : Google
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જોસ બટલરે અત્યાર સુધીમાં 145 T20I મેચ રમી છે. જોસે 2011માં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી તેણે આ ફોર્મેટમાં 3886 રન બનાવ્યા છે. તેણે T20I ફોર્મેટમાં એક સદી પણ ફટકારી છે.