મહિલા T20 વર્લ્ડ કપની તમામ એડિશનમાં ભાગ લેનાર ખેલાડીઓ, લિસ્ટમાં માત્ર એક ભારતીય

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મહિલા T20 વર્લ્ડ કપની તમામ એડિશનમાં ભાગ લીધો છે.

આ યાદીમાં ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ પણ સામેલ છે. તે અત્યાર સુધીના તમામ મહિલા T20 વર્લ્ડ કપ રમી છે.

સોફી ડિવાઈને ન્યુઝીલેન્ડ તરફથી રમતા તમામ મહિલા T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે.

સાઉથ આફ્રિકાની મેરિઝાન કેપ એક અનુભવી ખેલાડી છે અને તેણે તેના દેશ માટે T20 વર્લ્ડ કપની તમામ એડિશનમાં ભાગ લીધો છે.

ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ પણ મહિલા T20 વર્લ્ડ કપની તમામ એડિશનમાં ભાગ લીધો છે.

આ યાદીમાં શ્રીલંકાની દિગ્ગજ ખેલાડી ચમારી અટાપટ્ટુનું નામ પણ સામેલ છે.