IPLના ઈતિહાસમાં ઘણા અદ્ભુત બેટિંગ રેકોર્ડ બન્યા છે, જેની કલ્પના પણ નથી કરી શકાતી. જ્યારે કેટલાક અનિચ્છનીય રેકોર્ડ પણ છે જેનો કોઈ પણ ખેલાડી ક્યારેય ભાગ બનવા નહીં માંગે.
સોર્સ : Google
આમાં IPL ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડન ડકનો રેકોર્ડ છે, જેમાં વિરાટ કોહલી હવે ટોપ 5માં પ્રવેશ્યો છે.
સોર્સ : Google
અનુભવી લેગ-સ્પિનર રાશિદ ખાન આ યાદીમાં ટોપ પર છે, તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે.
સોર્સ : Google
રાશિદ ખાને કુલ 147 IPL મેચ રમી છે, જેમાં 72 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે અને તેમાંથી 12 ઈનિંગ્સમાં ગોલ્ડન ડક પર આઉટ થયો છે.
સોર્સ : Google
T20 ક્રિકેટમાં સૌથી ખતરનાક બેટ્સમેનોમાંથી એક ગણાતા ઓસ્ટ્રેલિયન ગ્લેન મેક્સવેલનો IPLમાં ખાસ પ્રભાવશાળી બેટિંગ રેકોર્ડ નથી.
સોર્સ : Google
મેક્સવેલે IPLમાં કુલ 141 મેચ રમી છે, 135 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે અને તેમાંથી 10 ઈનિંગ્સમાં ગોલ્ડન ડક પર આઉટ થયો છે.
સોર્સ : Google
વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંથી એક ગણાતો વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ વખત ગોલ્ડન ડક પર આઉટ થનારા ખેલાડીઓની યાદીમાં હવે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.
સોર્સ : Google
કોહલીએ અત્યાર સુધી IPLમાં કુલ 278 મેચ રમી છે, જેમાં 270 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે અને 8 ઈનિંગ્સમાં ગોલ્ડન ડકપર આઉટ થયો છે.
સોર્સ : Google
T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ આક્રમક બેટ્સમેનોમાંથી એક ગણાતો ઇશાન કિશન આ યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.
સોર્સ : Google
ઈશાનને IPLમાં અત્યાર સુધી 130 મેચ રમી છે, જેમાં 123 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે અને તેમાંથી 8 ઈનિંગ્સમાં ગોલ્ડન ડક પર આઉટ થયો છે.
સોર્સ : Google
સુનીલ નારાયણ પણ આ યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.
સોર્સ : Google
સુનીલ નારાયણે અત્યાર સુધી IPLમાં 198 મેચ રમી છે, જેમાં 126 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે અને તેમાંથી 8 ઈનિંગ્સમાં ગોલ્ડન ડક પર આઉટ થયો છે.