ગ્રીનથી સ્મિથ સુધી... IPL ઓક્શનમાં આ ખેલાડીઓ પર થઈ શકે છે પૈસાનો વરસાદ
સોર્સ : Google
IPL 2026 માટે મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં થાવનું છે. મિની ઓક્શન માટે 359 ખેલાડીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં મહત્તમ 77 ખેલાડીઓને ખરીદવામાં આવશે.
સોર્સ : Google
આગામી ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે. ચાલો આવા પાંચ ખેલાડીઓ પર એક નજર કરીએ. આ દરેકની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.
સોર્સ : Google
પહેલું નામ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન છે. ગ્રીન ઈજાને કારણે IPL 2025 માટે મેગા ઓક્શનમાં ભાગ નહતો લઈ શક્યો.
સોર્સ : Google
KKRને આન્દ્રે રસેલની નિવૃત્તિ પછી ઓલરાઉન્ડરની જરૂર છે, જ્યારે CSK મિડલ ઓર્ડરમાં વિદેશી ઓલરાઉન્ડરની શોધમાં છે.
સોર્સ : Google
કેમેરોન ગ્રીન માટે ઘણી સ્પર્ધા થશે. ગ્રીને પોતાને બેટ્સમેન તરીકે રજીસ્ટર કર્યો છે, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) તરફથી તેની બોલિંગ પર કોઈ પ્રતિબંધ નથી.
સોર્સ : Google
બીજું નામ ઈંગ્લિશ ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન છે, જે તેની પાવર-હિટિંગ માટે જાણીતો છે.
સોર્સ : Google
ગયા વર્ષે RCBએ લિયામ લિવિંગસ્ટોનને 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ ટિમ ડેવિડ અને રોમેરો શેફર્ડની હાજરીને કારણે તેને રિલીઝ કરવામાં આવ્યો છે.
સોર્સ : Google
KKR અને CSK ઉપરાંત LSG પણ ઓક્શનમાં લિયામ લિવિંગસ્ટોનને ફિનિશર તરીકે ધ્યાનમાં લઈ શકે છે, કારણ કે LSG એ ડેવિડ મિલરને રિલીઝ કર્યો છે.
સોર્સ : Google
શ્રીલંકાના ફાસ્ટ બોલર મથિશા પથિરાના ઈજાઓથી સંઘર્ષ કરી રહ્યા છે, જેના કારણે CSK એ તેને રિલીઝ કર્યો હતો, જોકે તેણે અગાઉ તેને 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો.
સોર્સ : Google
આમ છતાં મથિશા પથિરાના પર ઉંચી બોલી લાગી શકે છે. CSK, KKR અને PBKS બધાને વિદેશી ફાસ્ટ બોલરની જરૂર છે.
સોર્સ : Google
લેગ સ્પિનર રવિ બિશ્નોઈ પણ આ યાદીમાં છે. LSG દ્વારા રવિને રિલીઝ કરવામાં આવતા ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા. IPLમાં દિગ્વેશ રાઠીના ફોર્મથી તેની અસરકારકતામાં ઘટાડો થયો.
સોર્સ : Google
RR અને SRH લેગ સ્પિનરની શોધમાં છે. CSK રવિ બિશ્નોઈને પણ એક વિકલ્પ તરીકે ધ્યાનમાં લઈ શકે છે, જોકે ચેપોકમાં લેગ સ્પિનરોને વધુ સફળતા નથી મળી.
સોર્સ : Google
IPL ફ્રેન્ચાઈઝીઓની નજર જેમી સ્મિથ પર પણ હશે, જે એક આક્રમક વિકેટકીપર-બેટ્સમેન છે. જોસ બટલર અને ફિલ સોલ્ટની હાજરીને કારણે તેને T20I મેચોમાં વધુ તકો નથી મળી, પરંતુ ધ હન્ડ્રેડમાં તેનું પ્રદર્શન પ્રભાવશાળી છે.
સોર્સ : Google
જેમી સ્મિથનું સ્પિન સામે પણ સારું પ્રદર્શન છે, જે IPL માટે જરૂરી છે. 25 વર્ષીય ખેલાડી લાંબા ગાળાના રોકાણ તરીકે સાબિત થઈ શકે છે. KKR, DC અને PBKS બધા વિકેટકીપર-બેટ્સમેનની શોધમાં છે.