T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી

સોર્સ : Google

T20 વર્લ્ડ કપનો ઉત્સાહ ફરી એકવાર શરૂ થવાનો છે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. આ પહેલા જાણી લો T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ મેચોમાં કોણે કેપ્ટનશિપ કરી છે.

સોર્સ : Google

ભારતનો એમએસ ધોની એ કેપ્ટન છે જેણે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરી છે. ધોનીએ 2007થી 2016 સુધી આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 33 મેચોમાં કેપ્ટનશિપ કરી હતી.

સોર્સ : Google

આ 33 મેચમાંથી ભારતે 20 જીતી અને 11 હારનો સામનો કરવો પડ્યો. એક મેચ ટાઈ રહી હતી અને એક મેચનું પરિણામ નહતું આવ્યું. 2007માં, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે પહેલીવાર T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

સોર્સ : Google

ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન આ યાદીમાં બીજા ક્રમે આવે છે. કેન વિલિયમસને 2016થી 2024 સુધીના T20 વર્લ્ડ કપમાં 21 મેચમાં પોતાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટીમે આમાંથી 14 મેચ જીતી હતી અને 7માં હારનો સામનો કરવો પડ્યો હતો.

સોર્સ : Google

વેસ્ટ ઈન્ડિઝના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક ડેરેન સેમી આ યાદીમાં ત્રીજા ક્રમે છે. સેમીએ 2012થી 2016 સુધીના T20 વર્લ્ડ કપમાં 18 મેચમાં કેપ્ટનશિપ કરી હતી. તેમાંથી 11 જીતી હતી અને 5 હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી અને એકનું કોઈ પરિણામ નહતું આવ્યું.

સોર્સ : Google

પાકિસ્તાનનો બાબર આઝમ પણ આ યાદીમાં છે. બાબર આઝમે 2021થી 2024 સુધીના T20 વર્લ્ડ કપમાં 17 મેચમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં 11 જીતી હતી અને 5 હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ પણ ટાઈમાં સમાપ્ત થઈ હતી.

સોર્સ : Google

ઈંગ્લેન્ડના પોલ કોલિંગવુડનું નામ આ યાદીમાં 5મા ક્રમે છે. કોલિંગવુડે 2007થી 2010 સુધી 17 T20 વર્લ્ડ કપ મેચોમાં કેપ્ટનશિપ કરી હતી. જેમાંથી ટીમે 8 જીતી હતી અને 8માં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ ડ્રો રહી હતી.

સોર્સ : Google