IPLની 17મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 6 ખેલાડીએ 500થી વધુ રન ફટકાર્યા છે. જેમાં સૌથી ટોપ પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમનો 'કિંગ' કોહલી છે. જેણે 661 રન બનાવ્યા છે.
રાજસ્થાન ટીમના યુવા ખેલાડી રિયાન પરાગે આઈપીએલમાં પ્રથમ વાર 500થી રન ફટકાર્યા છે. અત્યાર સુધીમાં તેણે 531 રન બનાવ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 13 મેચમાં 583 રન બનાવ્યા છે. જેણે એક સેન્ચુરી પણ ફટકારી છે.
ગુજરાત ટાઈટન્સ ભલે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ હોય. પરંતુ ટીમના ખેલાડી સાઈ સુદર્શને એક સેન્ચુરીની મદદથી 527 રન બનાવ્યા છે.
સનરાઈઝ હૈદરાબાદ ટીમના વિસ્ફોટક ખેલાડી ટ્રેવિસ હેડે 533 રન બનાવ્યા છે. પ્લેઓફમાં પ્રવેશ કરનારી હૈદરાબાદ ત્રીજી ટીમ છે.
રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું છે. સેમસને પણ 504 રન બનાવ્યા છે. રાજસ્થાનની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.