ચોમાસામાં આ જગ્યાઓએ ફરવાનું પ્લાનિંગ કરો, યાદગાર બની જશે સફર
જો તમે ચોમાસા દરમિયાન ઝરમર વરસાદ અને ખુશનુમા વાતાવરણમાં વેકેશનનું આયોજન કરી રહ્યા છો, તો આ સિઝનમાં ફરવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળો વિશે જાણી લો.
કેરળનું મુન્નાર હિલ સ્ટેશન ખૂબ જ રોમેન્ટિક સ્થળ છે. આ સિઝનમાં તે વધુ સુંદર બની જાય છે. તમે તમારા પાર્ટનર સાથે અહીં હનીમૂન પ્લાન કરી શકો છો.
કર્ણાટક રાજ્યમાં આવેલું કુર્ગ ભારતના સ્કોટલેન્ડ તરીકે પ્રખ્યાત છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. અહીંની સુંદર ખીણો તમને મંત્રમુગ્ધ કરી દેશે.
મેઘાલયનું શિલોંગ ચોમાસામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. અહીંના પ્રાકૃતિક સૌંદર્યને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
મહાબળેશ્વર મુંબઈની નજીક એક સુંદર સ્થળ છે. જો તમારા પરિવારને પર્વતો અને ખીણો પસંદ છે તો મહાબળેશ્વરની મુલાકાત અવશ્ય લો.
દાર્જિલિંગની સુંદરતા જોવા જેવી છે. ચાના બગીચા અને અન્ય સ્થળો ફરવા ઉપરાંત, તમે તમારા પાર્ટનર સાથે અહીં એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો.
પૂણે અને મુંબઈ વચ્ચે આવેલું લોનાવાલા મહારાષ્ટ્રનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. અહીં તમે ધોધ, તળાવો અને સુંદર ટેકરીઓનો આનંદ માણી શકો છો.
તમિલનાડુમાં સ્થિત કોડાઈકેનાલ ચોમાસાની ઋતુમાં ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે. આ એક પહાડી વિસ્તાર છે, જે આ સિઝનમાં સંપૂર્ણપણે હરિયાળો બની જાય છે.