ચોમાસામાં ગુજરાતની હરિયાળી, ધોધ અને શાંતિનો અનુભવ કરો. આ વેબસ્ટોરીમાં જાણો ટોચનાં પ્રવાસન સ્થળો.

સોર્સ : GSTV

ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ચોમાસામાં ધુમ્મસ અને હરિયાળીથી ભરેલું છે. ગવર્નર હિલથી સૂર્યાસ્તનો નજારો અદભૂત!

સોર્સ : Gujarat Tourism

જૂનાગઢના ગિરનારમાં ચોમાસામાં ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. ભવનાથ ધોધ અને દાત્તાત્રેય મંદિરની મુલાકાત લઇ શકો છો.

સોર્સ : Gujarat Tourism

ધરમપુર નજીક આવેલું આ હિલ સ્ટેશન ચોમાસામાં ધુમ્મસ અને ઠંડી હવાથી ભરપૂર હોય છે. બારાસ ધોધ અને સનસેટ પોઇન્ટ પણ અવશ્ય જુઓ.

સોર્સ : Gujarat Tourism

સાપુતારા નજીકનું ડોન હિલ ચોમાસામાં લીલુંછમ જંગલ અને શાંત વાતાવરણ આપે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આદર્શ.

સોર્સ : Gujarat Tourism

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલો ઝરવાણી ધોધ ચોમાસામાં પ્રકૃતિનું અદભૂત દૃશ્ય આપે છે. નજીકનું ઇકો ટુરિઝમ ઝોન પણ ફરો.

સોર્સ : Gujarat Tourism

વિજયનગરનું પોલો ફોરેસ્ટ ચોમાસામાં હરિયાળી અને શાંતિથી ભરેલું છે. નદી, ધોધ અને ઐતિહાસિક ખંડેર જોવા મળે છે.

સોર્સ : Gujarat Tourism

ચોમાસામાં ગુજરાતની સુંદરતા અનોખી છે. વરસાદી ઝાકળ, ધોધ અને હરિયાળીનો આનંદ માણવા આજે જ પ્લાન બનાવો!

સોર્સ : GSTV