ભારતમાં માણવી છે હોટ એર બલૂનની મજા? તો આ જગ્યાઓએ પહોંચ્યો

હોટ એર બલૂન રાઈડ એ એક અદ્ભુત અનુભવ છે જે તમને આકાશની ઉંચાઈ પર લઈ જાય છે.

ભારતમાં આ રોમાંચક એક્ટિવિટી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા જેવા વિવિધ સ્થળોએ કરી શકાય છે.

રાજસ્થાનના જયપુર, પુષ્કર અને રણથંભોરમાં હોટ એર બલૂન રાઈડ લોકપ્રિય છે.

મહારાષ્ટ્રમાં લોનાવાલા હોટ એર બલૂન રાઈડ માટે પ્રખ્યાત છે અહીં તમે આકાશમાંથી પર્વતીય દૃશ્યો માણી શકો છો.

ગોવામાં હોટ એર બલૂન રાઈડ દરમિયાન તમે દરિયાકિનારા અને નદીઓના સુંદર દૃશ્યો જોઈ શકો છો.

હોટ એર બલૂન રાઈડમાં જતા પહેલા સલામતી સૂચનોનું પાલન કરવું જોઈએ અને યોગ્ય ટ્રેનિંગ મેળવેલા પાયલોટ સાથે મુસાફરી કરવી જોઈએ.

હોટ એર બલૂન રાઈડ માણવા માટે શિયાળાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ અનુભવ માટે, તમારે અગાઉથી બુકિંગ કરવાની અને સિઝન પ્રમાણે તારીખો પસંદ કરવા જોઈએ.