લોકોને આજે પણ યાદ છે સુશાંતના આ પાત્રો, એક્ટરે ફિલ્મ માટે કરી હતી ઘણી મહેનત
આજે દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની 5મી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના રોજ તેણે દુનિયાને અલવિદાકહ્યું હતું.
સુશાંત આજે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેણે ભજવેલા પાત્રોને લોકો હજુ પણ યાદ કરે છે. તેણે આ પાત્રોને પડદા પણ જીવંત કરવા માટે ઘણી મહેનત કરી હતી.
સુશાંતની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'કાઈ પો છે' થી થઈ હતી. આ ફિલ્મ માટે તેણે ક્રિકેટ શીખ્યું હતું.
2015માં આવેલી ફિલ્મ 'ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી' માટે, સુશાંતે દિબાકર બેનર્જી સાથે વાત કરી અને બંગાળી દેખાવ અને રીતભાત સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ફિલ્મ 'એમએસ ધોની' માટે, સુશાંતે મહેન્દ્ર સિંહ ધોની સાથે ઘણો સમય વિતાવ્યો હતો. તેણે અલગ અલગ ક્રિકેટ શોટ્સની પણ ખૂબ પ્રેક્ટિસ કરી હતી.
કૃતિ સેનન સાથે કરેલી ફિલ્મ 'રાબતા' માટે, સુશાંતને અદ્યતન શસ્ત્રો અને જિમ્નેસ્ટિક્સ ટ્રેનિંગ માટે બેંગકોક જવું પડ્યું હતું.
ફિલ્મ 'કેદારનાથ' માટે, સુશાંતે ઉત્તરાખંડની સંસ્કૃતિ, જીવનશૈલી અને રિવાજોનો અભ્યાસ કર્યો હતો. તેણે ફિલ્મ માટે જરૂરી ભાષા અને બોલી પણ શીખી હતી.
ફિલ્મ 'સોન ચિડિયા' માટે, સુશાંત ચંબલ પ્રદેશની સ્થાનિક ભાષા, સંસ્કૃતિ, રીતરિવાજો અને પરંપરાઓને સમજવા માટે સ્થાનિક લોકો સાથે સમય વિતાવ્યો હતો.
ફિલ્મ 'છીછોરે' માં, સુશાંતે શીખવ્યું હતું કે વ્યક્તિએ જીત-હાર, સફળતા-નિષ્ફળતાથી આગળ વધીને પોતાનું જીવન જીવવું પડે છે.