આ રાશિના જાતકોએ આગામી 17 દિવસ રહેવું પડશે ખાસ સાવધાન
6 જૂન એટલે કે આજે બુધ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિ બુધની પોતાની રાશિ છે, જ્યાં બુધ સૌથી મજબૂત સ્થિતિમાં રહેશે.
જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિનો કારક કહેવામાં આવે છે અને બુધને બુદ્ધિ, વાણી, તર્ક અને વ્યવસાયનો કારક માનવામાં આવે છે.
જ્યારે પણ બુધ ગ્રહ ગોચર કરે છે, ત્યારે તેની અસર વિવિધ રાશિઓ પર બદલાય છે, જે કેટલીક રાશિઓ માટે લાભ અને કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ લાવી શકે છે.
બુધ મેષ રાશિના ત્રીજા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. આ ગોચર પરિવારના સભ્યો સાથે વિવાદનું કારણ બની શકે છે. નાણાકીય નુકસાન થઈ શકે છે. તમને કામમાં નકારાત્મક પરિણામો મળી શકે છે.
બુધ કર્ક રાશિના 12મા સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. ખર્ચ વધી શકે છે. કર્ક રાશિના લોકોને માનસિક તકલીફનો પણ સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
બુધ તુલા રાશિના ભાગ્ય સ્થાનમાં ગોચર કરશે. કામમાં તમને અનુકૂળ પરિણામ નહીં મળે. જીવનમાં તમારે કેટલીક અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પૈસા અને માન-સન્માનને ઠેચ પહોચી શકે છે.
બુધ ધન રાશિના સાતમા સ્થાનમાં ગોચર કરશે. અજાણ્યા લોકો સાથે વિવાદ થઈ શકે છે. આ સમયે કોઈપણ પ્રકારનું લોન કે વ્યવહાર તમને નુકસાન પહોંચાડી શકે છે. કાર્યસ્થળ પર વિવાદો અને ઝઘડાઓથી બચવાની જરૂર છે.
મકર રાશિના કેટલાક લોકોને તેમના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને તમારા શબ્દો પ્રત્યે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ઓફિસના તમામ રાજકારણથી પણ દૂર રહો. આ સમય દરમિયાન તમારા દુશ્મનો સક્રિય રહેશે.