પરિણીતી ચોપરા પતિ રાઘવ ચઢ્ઢા સાથે ગંગા આરતીમાં મગ્ન, જુઓ PHOTOS

પરિણીતી તેના પતિ રાઘવ ચઢ્ઢા સાથે બનારસ ટ્રિપ પર છે. તે તેના પતિનો જન્મદિવસ ઉજવી રહી છે.

રાઘવે તેના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ બનારસના દશ્વામેધ ઘાટ ખાતે ગંગા આરતીમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા.

પરિણીતી ચોપરાની સાથે રાઘવની માતા અને પરિવારના અન્ય સભ્યો પણ હતા.

રાઘવ ચઢ્ઢાએ આરતી પછી કહ્યું કે તેણે માતા ગંગાના આશીર્વાદ લીધા.

રાઘવે કહ્યું, "દેશની સમૃદ્ધિ અને સુખ માટે માતા ગંગાને પ્રાર્થના કરી."