'પંચાયત 3'ની રિંકીએ આ કારણે બદલવું પડ્યું તેનું અસલી નામ

TVFની વેબ સિરીઝ 'પંચાયત'ની ત્રીજી સિઝન રિલીઝ થઈ ગઈ છે, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ સિરીઝમાં રિંકીનું પાત્ર ભજવનાર અભિનેત્રી આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, આ પાત્ર સાન્વિકાએ ભજવ્યું છે.

જો કે, આ તેનું અસલી નામ નથી, તેનું અસલી નામ પૂજા સિંહ છે, જે બદલવાની કહાની ઘણી રસપ્રદ છે.

સાન્વિકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પૂજા નામની ઘણી છોકરીઓ છે. સ્કૂલમાં પણ એક પૂજા બોલાવવામાં આવતી ત્યારે ઘણી પૂજા જવાબ આપતી.

તેણે કહ્યું કે, 'પંચાયત'ની પહેલી સિઝનમાં કામ કર્યા બાદ વિકિપીડિયા સહિત ઘણા પેજ પર પૂજા નામની અન્ય અભિનેત્રીને ટેગ કરવામાં આવી રહી હતી.

આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તેણે પોતાનું એક સ્ટેજ નામ રાખવાનું નક્કી કર્યું અને ગૂગલ અને પરિવારના સભ્યોની મદદથી તેણે સાન્વિકા નામ રાખ્યું.