કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આજે મહત્ત્વના નિર્ણય લેવાઈ શકે છે. મોદી કેબિનેટની બેઠકે ગઈકાલે સોમવારે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.
જેની પાછળ સરકારે રૂ. 1435 કરોડનું ફંડ ફાળવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ પાન કાર્ડને સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ સાથે જોડવાનો છે. જે કાર્યક્ષમતામાં વધારો કરશે.
સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જણાવ્યું હતું કે, પાન કાર્ડ આપણા જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. જે મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ માટે અતિ મહત્ત્વનો છે.
જેને ક્યુઆર કોડની સાથે અપગ્રેડ કરવામાં આવશે. અર્થાત પાન નંબરને બદલ્યા વિના કાર્ડને એડવાન્સ બનાવાશે, જેના માટે કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
PAN 2.0 એ પરમિનન્ટ એકાઉન્ટ નંબર સિસ્ટમનું વ્યાપક અપગ્રેડેશન છે.
PAN 2.0 એ પરમિનન્ટ એકાઉન્ટ નંબર સિસ્ટમનું વ્યાપક અપગ્રેડેશન છે.
આ સિસ્ટમ પાન સંબંધિત તમામ સેવાઓ અને સરકારી કામકાજ માટે સેન્ટ્રલાઈઝ્ડ પોર્ટલ તૈયાર કરશે.
જેમાં યુઝરનો ડેટા સુરક્ષિત રાખવા માટે સાયબર સિક્યુરિટીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
PAN 2.0 યોજના હેઠળ તમામ સરકારી ડિજિટલ એજન્સીઓ માટે પાન કાર્ડને કોમન બિઝનેસ આઈડેન્ટિફાયર બનશે.
પાન કાર્ડમાં ક્યુઆર કોડ આપવામાં આશે. જેથી કરદાતાઓની વિગતોનું ઝડપી અને સુરક્ષિત વેરિફિકેશન થઈ શકશે.
કરદાતાઓના ડેટાને સુરક્ષા પ્રદાન કરતાં સાયબર સિક્યુરિટીને મજબૂત બનાવવામાં આવી છે.
સંપૂર્ણપણે પેપરલેસ સિસ્ટમ હોવાથી પર્યાવરણ અને ખર્ચમાં બચત કરશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી છે કે, વર્તમાન પાન કાર્ડ માન્ય છે. નાગરિકોએ નવા પાન નંબર માટે અરજી કરવાની રહેશે.
વર્તમાન કાર્ડમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના કાર્ડને એડવાન્સ બનાવવામાં આવશે. જેમાં ક્યુઆર કોડ આપવામાં આવશે. સરકાર આ યોજનાને ટૂંકસમયમાં લાગુ કરી શકે છે.