PAN કાર્ડ inactive છે, છતાં પણ વાપરી રહ્યા છો ? તો થઈ શકે છે દંડ!

ભારતમાં PAN Card એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે, જેના વગર ઇન્કમટેક્સ રિટર્ન અને બેંકના કામ અટકી શકે છે

inactive PAN કાર્ડનો ઉપયોગ કરવાથી ઇન્કમટેક્સ વિભાગ રૂ.10,000 સુધીનો દંડ લગાવી શકે છે

inactive PAN ફરીથી active કરાવવા માટે એક ચોક્કસ પ્રક્રિયા પૂરી કરવી પડે છે

PAN નું સ્ટેટસ ઘરે બેઠા https://www.incometax.gov.in/iec/foportal/ પરથી ચેક કરી શકાય છે

વેબસાઇટ પર 'Verify PAN Status'ઓપ્શનના તમારું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર દાખલ કરો

ત્યાર બાદ OTP નાખો, હવે તમે તમારા PANનું active/ inactive સ્ટેટસ જાણી શકશો

inactive PANને active કરવા Aadhaar સાથે લિંક કરવું જરૂરી છે. Aadhaar લિંક ન હોવાથી પણ PAN inactive થઈ શકે છે

ઇન્કમટેક્સ વિભાગની વેબસાઇટ પરથી Aadhaar-PAN લિંકિંગની પ્રક્રિયા પૂરી કરી શકાય છે

આ પ્રક્રિયા પૂરી કરીને PAN કાર્ડને active રાખવું જરૂરી છે