રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડીની 14મી સીઝનનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે.
રોહિત શેટ્ટી સહિત ખતરોં કે ખિલાડી 14ના 12 સ્પર્ધકો રોમાનિયા પહોંચી ગયા છે. આ સીઝન ખૂબ જ સુંદર લોકેશન પર શૂટ થઈ રહી છે
કપિલ શર્મા શો ફેમ સુમોના ચક્રવર્તી પણ KKK14 માં ભાગ લઈ રહી છે.
સુમોના ચક્રવર્તીએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે ફિલ્મોથી કરી હતી. તે આમિર ખાન અને મનીષા કોઈરાલા સ્ટારર 'મન' ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં જોવા મળી હતી.
આ પછી સુમોના ચક્રવર્તીએ "કસમ સે" થી ટેલિવિઝન પર અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું.
સુમોના ચક્રવર્તી શો 'બડે અચ્છે લગતે હૈ' દ્વારા દરેક ઘરમાં લોકપ્રિય બની હતી. ,
સુમોનાએ રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા અને ઇલિયાના ડીક્રુઝ સ્ટારર બરફી માં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સુમોના સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડીઝની 'કિક' ફિલ્મમાં પણ જોવા મળી હતી.
કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં સુમોના ચક્રવર્તીએ કપિલ શર્માની પત્નીની ભૂમિકા ભજવી હતી. તેમની કોમિક ટાઈમિંગ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.
અહેવાલો અનુસાર હવે સુમોના રૂ. 91 કરોડની નેટવર્થ સાથે KKK -14 શોની સૌથી ધનિક સ્પર્ધક છે.