T20 વર્લ્ડકપની શરૂઆતથી દરેક સિઝનમાં 2 ક્રિકેટર રમી રહ્યાં છે.

T20 વર્લ્ડકપનું આયોજન 1થી 29 જૂન સુધી વિંડીઝ અને અમેરિકામાં થશે. રોહિત ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરશે.

ટી-20 વર્લ્ડકપની શરૂઆત વર્ષ 2007માં સાઉથ આફ્રિકામાં થઈ હતી.

ભારતે ધોનીની કેપ્ટનશિપમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો.

બે ખેલાડી એવા છે જે તમામ ટી-20 વર્લ્ડકપ સિઝનમાં રમ્યા છે.

રોહિત શર્મા 2007થી તમામ ટી-20 વર્લ્ડકપમાં રમ્યો છે.

આ વખતે રોહિત શર્મા ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે રમશે.

રોહિત શર્મા ટી-20 વર્લ્ડકપની 39 મેંચોમાં 963 રન બનાવી ચૂક્યો છે.

બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પણ 2007થી ટી-20 વર્લ્ડકપમાં ભાગ લઈ રહ્યો છે.

શાકિબ અલ હસન ટી-20 વર્લ્ડકપમાં 742 રનની સાથે 47 વિકેટ લઈ ચૂક્યો છે.