કિંગ કોહલીના બર્થડે પર જાણો તેના 8 રેકોર્ડ જે તોડવા છે અશક્ય

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો આજે 36મો જન્મદિવસ છે. એક વર્ષથી કોહલી ખૂબ ઉતાર-ચઢાવથી પસાર થઈ રહ્યો છે.

તાજેતરમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધની સિરીઝમાં તે એક-એક રન માટે ઝઝૂમતો જોવા મળ્યો હતો. પરંતુ તેણે અત્યાર સુધીની કારકિર્દીમાં એવા ઘણા રેકોર્ડ બનાવ્યા છે જે તૂટવા લગભગ અશક્ય છે.

વિરાટ કોહલીએ ગયા વર્ષે ODIમાં 50મી સદી ફટકારીને સચિન તેડુલકર (49) નો રેકોર્ડ તોડ્યો હતો. હવે કોઈ પણ આ રેકોર્ડની આસપાસ પણ નથી.

વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. તેણે 68 મેચમાં 40 જીત નોંધાવી છે.

વિરાટ કોહલી ODIનો સૌથી મહાન બેટ્સમેન છે. તેણે સૌથી ઝડપી 8000, 9000, 10000, 11000, 12000 અને 13000 વનડે રન પૂરા કર્યા. ODIમાં માત્ર 5 ખેલાડીઓના 13000થી વધુ રન છે.

વિરાટ કોહલીએ અત્યાર સુધી કુલ 21 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. તેના પછી સચિન તેંડુલકર (20) અને શાકિબ અલ હસન (17) છે. કોઈ અન્ય એક્ટિવ ખેલાડીની પાસે 12થી વધુ એવોર્ડ પણ નથી.

વિરાટ કોહલી ODIમાં એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે. તેણે શ્રીલંકા વિરુદ્ધ 10, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 9 અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 સદી બનાવી છે.

વિરાટ કોહલીએ 2023 વર્લ્ડ કપમાં 765 રન બનાવ્યા હતા. તેણે ટુર્નામેન્ટના એક એડિશનમાં સૌથી વધુ રનનો સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ (2003 વર્લ્ડ કપમાં 673 રન) તોડ્યો હતો.

વિરાટ કોહલી તે પાંચ ખેલાડીઓમાંથી એક છે, જેમણે ટેસ્ટ સિરીઝમાં ત્રણ કે તેનાથી વધુ વખત 600 પ્લસ રન બનાવ્યા છે. માત્ર ડોન બ્રેડમેન (6) એ તેનાથી વધુ વખત આ આંકડો પાર કર્યો છે.

બ્રાયન લારા, નીલ હાર્વે અને ગૈરી સૌબર્સ કોહલીની બરાબરીમાં છે તેમણે ત્રણ વખત આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા (2014-15), ઈંગ્લેન્ડ (2016) અને શ્રીલંકા (2019) વિરુદ્ધ 600 રનનો આંકડો પાર કર્યો હતો.

વિરાટ કોહલી ઈતિહાસનો એક માત્ર ખેલાડી છે, જેણે ODI અને T20 વર્લ્ડ કપ બંનેમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો છે.

કોહલીએ T20 વર્લ્ડ કપમાં બે વખત (2014, 2016) અને વનડે વર્લ્ડ કપમાં એક વખત (2023) આ એવોર્ડ જીત્યો છે. કોઈ અન્ય ખેલાડીએ ICC ઈવેન્ટમાં એકથી વધુ વખત આ એવોર્ડ જીત્યો નથી.