બેબીમૂન પર દીપિકાએ પતિ રણવીર સાથે બીચ પર કર્યું ચીલ ફોટોમાં બેબી બમ્પ છુપાવ્યો.
ફોટો તેના પતિ રણવીર સિંહે લીધો છે. દીપિકાએ કેપ્શનમાં સૂર્ય અને સમુદ્રનું ઈમોજી બનાવ્યું છે.
દીપિકાએ ઈન્સ્ટા પર તેની પીઠનો સન કિસ કરેલો ફોટો શેર કર્યો છે. તે ગ્રે ટેન્ક ટોપ અને સફેદ બેગ સાથે જોવા મળી હતી.
અભિનેત્રીનો થોડો ચહેરો પાછળની બાજુથી દેખાય છે. જેમાં તે પોઝ આપતી વખતે હસતી જોવા મળે છે. હાઈ બન અને મેકઅપ વગર જોવા મળી હતી. તેની પીઠ પર ટેનિંગ સ્પષ્ટપણે જોઈ શકાય.
અભિનેત્રી હાલમાં પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. તે બેબીમૂન પર છે, તેણે તેની તસવીર શેર કરી છે.
દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. સપ્ટેમ્બરમાં તેની ડિલિવરી થશે. દંપતી પ્રથમ બાળક માટે ઉત્સાહિત છે.
દીપિકા-રણવીર લગ્નના 6 વર્ષ બાદ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. કપલના ઘરમાં હાસ્ય ગુંજવા માટે ચાહકો રાહ જોઈ રહ્યા છે.
આ દંપતીએ આ રજાને ખૂબ એન્જોય કરી છે. દીપિકાનો ફોટો જોઈને ફેન્સ તેની પ્રેગ્નન્સી ગ્લોની પ્રશંસા કરી રહ્યા છે.
ઘણા લોકો ઈચ્છે છે કે અભિનેત્રી પોતાનો બેબી બમ્પ બતાવે.