ધનતેરસ પર 100 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને થશે ધનલાભ
આજે ધનતેરસના દિવસે 100 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, આજે ત્રિપુષ્કર યોગ, ઇન્દ્ર યોગ, લક્ષ્મી નારાયણ યોગ, શશ મહાપુરુષ રાજયોગ, કુલ ચાર શુભ સંયોગો બની રહ્યા છે.
ઇન્દ્ર યોગ - 28 ઓક્ટોબર 2024, સવારે 6:48 - 29 ઓક્ટોબર 2024, સવારેના 07:48 સુધી.
ત્રિપુષ્કર યોગ - 29 ઓક્ટોબર 2024, સવારે 6.:31થી 10:31 સુધી.
ધનતેરસના દિવસે વૃશ્ચિક રાશિમાં શુક્ર અને બુધ એક સાથે બિરાજમાન રહેશે, આ સમયે લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગના પ્રભાવથી ધનની સાથે બુદ્ધિમાં પણ વધારો થાય છે.
ધનતેરસના દિવસે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં હશે, જેના કારણે શશ મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં તમને શનિની કૃપા પણ મળશે. તે પાંચ રાશિના જાતકોને અપાર સંપત્તિ, કીર્તિ અને ખુશીઓ પણ આપશે.
ધનતેરસ મેષ રાશિના જાતકોને ઘણું ધન આપી શકે છે. વેપારીઓને ઘણી કમાણી થશે. સમાજમાં માન-સન્માન વધશે. પરિવારમાં દરેકનો સહયોગ મળશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય શુભ છે.
ધનતેરસ પર વૃષભ રાશિના જાતકોને છેલ્લા કેટલાક દિવસોમાં કરેલી મહેનતનું સારું પરિણામ મળશે. શનિદેવ તમને નવી તકો આપશે. બેરોજગારોને રોજગાર મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
કન્યા રાશિના જાતકોને તેમના કામમાં સફળતા મળશે. સમસ્યાઓ દૂર કરવાનો સમય આવી ગયો છે. તમને તમારા કરિયરમાં પ્રગતિ જ નહીં, પણ ઈચ્છિત પદ અને પૈસા પણ મળશે. નોકરી બદલવાનું સપનું પૂરું થશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે.
કુંભ રાશિના જાતકો માટે આ ધનતેરસ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ લઈને આવી છે. પડકારો અને સમસ્યાઓનો અંત આવશે અને તમને સફળતા મળશે. નોકરી કરતા લોકોને બોનસ મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે. અંગત જીવન પણ સારું રહેશે.
ધનતેરસ મકર રાશિના જાતકોના ધનમાં વધારો કરશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. પ્રમોશન મળશે. આ તહેવારોની સિઝનમાં વેપારીને ઘણો ફાયદો થશે. તેની સકારાત્મક અસર તમારા વર્તનમાં પણ જોવા મળશે.