કિઅર સ્ટારમર બ્રિટનના આગામી વડાપ્રધાન બનશે. તેમની જીતથી કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષના શાસનનો અંત આવશે. ઋષિ સુનકની પાર્ટીને ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
કિઅર સ્ટારમરનો જન્મ 1962 માં લંડનમાં થયો હતો, તે ઓક્સ્ટેડ શહેરમાં મોટા થયા હતા. તેમના પિતા ટૂલમેકર હતા અને તેમની માતા NHS નર્સ હતી.
કિઅર સ્ટારમર નાની ઉંમરથી જ રાજકીય રીતે સક્રિય હતા, 16 વર્ષની ઉંમરે લેબર પાર્ટી યંગ સોશ્યલિસ્ટમાં જોડાયા હતા.
સ્ટારમરની શૈક્ષણિક લાયકાત પ્રભાવશાળી છે, તેમણે યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી કાયદાની સ્નાતકની ડિગ્રી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સિવિલ લોની અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે.
રાજકારણ પહેલાં, સ્ટારમર હ્યુમન રાઇટ્સ બેરિસ્ટર હતા. તેમણે ઉત્તરી આયર્લેન્ડ પોલીસિંગ બોર્ડના હ્યુમન રાઈટ્સ એડવાઈઝર તરીકે કામ કર્યું.
સ્ટારમરની પત્ની વિક્ટોરિયા બ્રિટનની ફર્સ્ટ લેડી બનશે. જ્યારે કીઅર ડફટી સ્ટ્રીટ ચેમ્બર્સમાં બેરિસ્ટર હતા ત્યારે તેઓ મળ્યા હતા. તેમને બે બાળકો છે, એક 15 વર્ષનો દીકરો અને 13 વર્ષની દીકરી.
વિક્ટોરિયા સ્ટારમર તેના પતિની જેમ એક પ્રશિક્ષિત વકીલ છે. તે નેશનલ હેલ્થ સર્વિસ (NHS) માટે કામ કરે છે.