IPLમાં ન મળી તક, તો હવે પૃથ્વી શોએ આ રમત રમવાનું શરૂ કર્યું!

ટીમ ઈન્ડિયાનો ખેલાડી પૃથ્વી શો હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. આ વખતે તે IPLમાં પણ નહીં જોવા મળે. IPL 2025 પહેલા યોજાયેલા મેગ ઓક્શનમાં તે વેચાયો ન હતો.

પૃથ્વી શો 25 જુલાઈ, 2021થી ટીમ ઈન્ડિયા માટે કોઈ મેચ નથી રમ્યો. તે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે.

આ દિવસોમાં શો પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખી રહ્યો છે. આ દરમિયાન, તે એક નવી રમત રમતો જોવા મળ્યો છે.

પૃથ્વી શોએ તાજેતરમાં જ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેડમિન્ટન રમી રહ્યો છે.

તાજેતરમાં, પૃથ્વી શોએ રિષભ પંતની બહેન સાક્ષી પંતના લગ્નમાં પણ હાજરી આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર સુરેશ રૈના અને એમએસ ધોની સાથેની તસવીરો પણ શેર કરી.

પૃથ્વી શોએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 ટેસ્ટ, 6 વનડે અને 1 T20 મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 42.37ની સરેરાશથી 339 રન બનાવ્યા છે.

વનડેમાં, શોએ 6 ઈનિંગ્સમાં 189 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તે એક પણ વાર 50 રનનો આંકડો નથી સ્પર્શી શક્યો.