માત્ર ક્રિકેટ જ નહીં ધોની આ બિઝનેસમાંથી છાપે છે પૈસા, તમે પણ કરી શકો આ વ્યવસાય
આજે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ છે.
આ દિવસોમાં મહેન્દ્ર સિંહ રાંચીમાં એક ખાસ પ્રકારનો બિઝનેસ કરી રહ્યો છે, જેમાંથી તે મોટી કમાણી કરી રહ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોની કડકનાથ મરઘી પાળે છે. તેમની પાસે રાંચીમાં કડકનાથ મરઘીનું બહુ મોટું પોલ્ટ્રી ફાર્મ છે.
શિયાળાની ઋતુમાં ઈંડાની માંગ રહેતી હોય છે ત્યારે ઉનાળો આવતા જ લોકોની પસંદગી મરઘી બની જાય છે.
કડકનાથ એ મુખ્યત્વે મધ્ય પ્રદેશમાં જોવા મળતી મરઘી પ્રજાતિ છે.
જો તમે કડકનાથ ચિકન પાળવા માટે પોલ્ટ્રી ફાર્મ ખોલવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછી 150 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે.
શેડ બનાવીને તમે આ જગ્યામાં લગભગ 100 કડકનાથ બચ્ચાઓને પાળી શકો છો.
આ બચ્ચાઓ 5 મહિનામાં વેચાણ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.
હાલમાં કડકનાથ ચિકન મીટ 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે. એક ઈંડાની કિંમત 50 રૂપિયાથી વધુ છે.
કડકનાથ ચિકન બિઝનેસ શરૂ કરીને, તમે 5 મહિના પછી હજારો રૂપિયા કમાઈ શકો છો. કડકનાથમાં દેશી ચિકન કરતાં 25% વધુ પ્રોટીન હોય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર